Back to countries

Last updated: 3.28.2023

United Kingdom - General Terms and Conditions for Prepaid Packages (Gujarati)

પ્રિપેઈડ પેકેજીસ માટેનાં સામાન્ય નિયમો અને શરતો

§ 1 વિષય

  1. TIER ઓપરેશન્સ લિમિટેડ (TIER Operations Limited) c/o WeWork, 1 Mark Square, London, EC2A 4E ઉપર ધરાવે છે તે ઈલેક્ટ્રીક સ્કૂટર્સ ("TIER eScooters") અને ઈલેક્ટ્રીક બાઈક્સ ("TIER eBikes") ને ઈન્ટરનેટ દ્વારા સક્રિય બનાવાયેલ મોબાઈલ ફોન્સનો ઉપયોગ કરીને કથિત “ફ્રી ફ્લોટિંગ” ખ્યાલનો ઉપયોગ કરીને ભાડા ઉપર આપે છે (જે મોબાઈલ ફોનનો હવે પછી ”TIER એપ” તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે) ભાડું TIER એપમાં યોગ્ય રીતે નોંધાયેલા ગ્રાહકો પાસેથી જ લેવામાં આવશે, માત્ર હાલની ઉપલબ્ધતાના પ્રસંગે જ અને માત્ર નિયત કરેલ વિસ્તારની અંદર જ (“ધંધાનો વિસ્તાર”) અને ફક્ત યુકેની અંદર જ. “ફ્રી – ફલોટીંગ” નો અર્થ થાય છે કે TIER ઈસ્કૂટર્સ અને/અથવા TIER ઈબાઈક્સ વ્યવસાયના વિસ્તારની અંદર જ ઉપલબ્ધ હોય છે પરંતુ મુકરર સ્થાનો ઉપર ઉપલબ્ધ હોતા નથી.
  2. પ્રિપેઈડ પેકેજીસ માટેનાં આ સામાન્ય નિયમો અને શરતો TIER એપમાં TIER ઈસ્કૂટર્સ અને TIER ઈબાઈક્સ (સાથે “TIER વાહનો”) નાં ઉપયોગ માટેનાં કથિત પ્રિપેઈડ પેકેજીસને લાગુ પડે છે. આ નિયમો અને શરતો જોડેલા છે અને સામાન્ય નિયમો અને અને શરતો કે જે સંબંધિત TIER વાહનના ઉપયોગને લાગુ સામાન્ય નિયમો અને શરતોનો એક અંતર્ગત ભાગ છે. આ નિયમો અને શરતો અને સામાન્ય નિયમો અને શરતો કે જે પસંદ કરેલ સંબંધિત TIER વાહનને લાગુ પડે છે તેની વચ્ચે કોઇપણ સંઘર્ષની ઘટનામાં, પ્રિપેઈડ પેકેજીસનાં સંબંધમાં, આ નિયમો અને શરતો અમલમાં રહેવાનું ચાલુ રહેશે.
  3. ગ્રાહક TIER એપમાં વિવિધ પ્રિપેઈડ પેકેજીસ ખરીદી શકે છે. આ બાબતો વાઉચરોની માફક જ કામ કરે છે અને ગ્રાહકને પસંદગીના પેકેજીસ ખરીદીના સમયે એક ડિસ્કાઉન્ટેડ કિંમત (TIER વાહનનો ઉપયોગ કરીને એક નિયમિત સવારીના સંબંધમાં) ઉપર મેળવવામાં પરીણમે છે અને જ્યારે TIER એપમાં એક TIER વાહનનો ઉપયોગ કરીને ખરીદીના સમયથી પસંદગીના પેકેજની ખરીદેલી સેવાઓનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવવામાં પરિણમે છે (ખરીદી બાદ તુરંત સક્રિયકરણ)
  4. પ્રિપેઈડ પેકેજીસ એક ઓટોમેટેડ રીન્યુઅલને આધીન, ગ્રાહકને એક નિયત સમયના ગાળા માટે નફા ની અનુમતિ આપતા પાસના સ્વરૂપમાં, સવારીઓની નિયત સંખ્યાઓમાંથી અને/અથવા અમર્યાદિત સવારીઓ અને/અથવા નિયત છૂટો અને સવારીઓમાં અન્ય લાભો (“પાસીસ”), અને લવાજમોનાં સ્વરૂપમાં ઉપલબ્ધ બની શકે છે.
  5. કિંમત તેમજ મહત્વની વિગતો અને પ્રિપેઈડ પેકેજીસ સાથે સંબંધિત પ્રતિબંધો, જેમાં અસીમીત રીતે સમાવેશ થાય છે (i) ક્યા TIER વાહનો માટે, પસંદગીના પ્રિપેઈડ પેકેજનો ઉપયોગ કરી શકાય છે, (ii) પ્રિપેઈડ પેકેજનો સમયગાળો (કરાર સંબંધિત સમયગાળો”), (iii) મહત્તમ સંખ્યાની સવારીઓ અને/અથવા સવારીઓનો મહત્તમ સમયગાળો અને (iv) સંખ્યાઓ ઉપર મર્યાદાઓ અને/અથવા તે દિવસો કે જેમાં પ્રિપેઈડ પેકેજીસનો ઉપયોગ કરી શકાય છે, તેની પ્રિપેઈડ પેકેજીસની ખરીદી પહેલા ગ્રાહકને જાણ કરવામાં આવશે. જો ગ્રાહક પ્રિપેઈડ પેકેજને લાગુ મહત્તમ સંખ્યાની સફરો અને/અથવા સફરોના મહત્તમ સમયગાળા ની મર્યાદાઓને પાર કરી જાય, તો ગ્રાહક પાસેથી TIER એપમાં જણાવાયેલ પ્રમાણભૂત દરે રકમ વસૂલવામાં આવશે.
  6. અમુક પ્રિપેઈડ પેકેજીસ માટે, ખરીદીની કિંમત ઉપરાંત વધારાની ચૂકવણીઓ ચુકવવાની હોય છે. પ્રિપેઈડ પેકેજ ખરીદવામાં આવે તે પહેલા પ્રિપેઈડ પેકેજ માટે ખરીદ કિંમત ઉપરાંતની કોઇપણ ચૂકવણીઓ અને કિંમતોની ગ્રાહકને સ્પષ્ટ રીતે જાણ કરવામાં આવશે.
  7. પ્રિપેઈડ પેકેજનો ઉપયોગ વ્યવસાયના વિસ્તાર અને/અથવા દેશ (“ઝોન”)કે જેમાં તે ખરીદવામાં આવેલ હતો તેના પૂરતો મર્યાદિત બની શકે છે
  8. કરારના વિષય વસ્તુ બાબતે વધારાની વિગતો TIER એપમાં પ્રિપેઈડ પેકેજનાં વ્યક્તિગત વર્ણનમાં મેળવી શકાય છે.
  9. TIER એક પ્રિપેઈડ પેકેજને આપવાનું બંધ કરવાનો અને/અથવા સમાપ્ત કરવાનો અને/અથવા નિયમો અને શરતોમાં સુધારો કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે. જો ગ્રાહકે એક પાસ ખરીદેલ હોય તો, કરાર સંબંધિત સમયગાળાનો અંત થાય નહીં ત્યાં સુધી ત્યારની પ્રવર્તમાન શરતો હેઠળ માન્ય રહેશે. ગ્રાહકોએ એક લવાજમ ખરીદ્યા બાદ, આવા ફેરફારો અમલમાં આવે તે પહેલા ઈમેઈલ દ્વારા અથવા એપ દ્વારા ચૌદ (14) દિવસોની આગોતરી લેખિત નોટીસ આપવામાં આવશે. આ ફેરફારો ગ્રાહકના પછીના બીલનાસમયગાળામાં અમલમાં આવશે. ગ્રાહક લવાજમને રદ કરવા માટેનો અધિકાર ધરાવશે, જો ગ્રાહક સુધારેલા નિયમો અને શરતો સાથે ચાલુ રહેવા માંગતો હોય નહીં તો.

§ 2 પ્રિપેઈડ પેકેજીસ ખરીદવા

  1. પ્રિપેઈડ પેકેજો ખરીદવા માટેના કરારો TIER એપમાં સીધા કરવામાં આવે છે. TIER એપમાં નોંધણી આવી કોઇપણ ખરીદી માટે ફરજીયાત છે.
  2. પ્રિપેઈડ પેકેજીસનું વેંચાણ TIER એપમાં બતાવ્યા મુજબના અમુક વ્યાવસાયિક વિસ્તાર પૂરતા મર્યાદિત હોઈ શકે છે.
  3. એક પ્રિપેઈડ પેકેજ ખરીદીને, ગ્રાહક આ નિયમો અને શરતો સાથે તેમજ કોઇપણ અન્ય ખાસ નિયમો કે જે એક પ્રિપેઈડ પેકેજીસ કરારની ખરીદી પૂર્ણ કરવા સમયે જણાવવામાં આવ્યા હતા, તેની સાથે સહમત થાય છે.
  4. ગ્રાહકને ખરીદી પહેલા લવાજમના ઓટોમેટેડ રીન્યુઅલની જાણ કરવામાં આવશે. આ લવાજમોને સ્વયંભૂ રીતે સમાન સમય લંબાઈ માટે તાજા કરવામાં આવશે અને તેની કલમ 8 સાથે અનુરૂપ બને તે રીતે સમાપ્ત કરવામાં આવે તે સિવાય, માન્ય રહેશે.
  5. એક પ્રિપેઈડ પેકેજ માટે એક પ્રસ્તાવ રજૂ કરતા પહેલા, ગ્રાહકને નિયંત્રણના હેતુઓ માટે એક સર્વસામાન્ય નિરીક્ષણમાં દાખલ કરવામાં આવેલ તમામ માહિતી બતાવવામાં આવશે. કોઇપણ ભૂલોને સુધારવા માટે, ગ્રાહક ઈનપુટ માસ્ક ઉપર પાછો ફરી શકે છે અને સિમ્બોલિક બટનનો ઉપયોગ કરીને ફેરફારો કરી શકે છે.
  6. TIER એપમાં રજૂ કરવામાં આવેલ પ્રિપેઈડ પેકેજીસનો વિસ્તાર TIER તરફથી ગ્રાહકને એક બંધનકારક પ્રસ્તાવ રજૂ કરતો નથી. “કન્ફર્મ પેમેન્ટ” બટન ઉપર ક્લિક કરવાથી, ગ્રાહક શોપિંગ કાર્ટમાં સેવાઓ ખરીદવા માટે એક બંધનકારક પ્રસ્તાવ રજૂ કરે છે. ઓર્ડર આપવાની પ્રક્રિયા દરમિયાન, ગ્રાહક આ નિયમો અને શરતોની માન્યતા સાથે પણ સહમત થાય છે.
  7. તમારા ઓર્ડરમાં સમાવિષ્ઠ પ્રિપેઈડ પેકેજની ખરીદી માટેનો એક બંધનકારક કરાર જ્યારે તમારો ઓર્ડર સ્વીકારવામાં આવે છે ત્યારે પૂર્ણ કરવામાં આવે છે. પ્રિપેઈડ પેકેજીસ માટેનો ખરીદીનો કરાર જ્યારે સંબંધિત પ્રિપેઈડ પેકેજને “કન્ફર્મડ” સંદેશા દ્વારા TIER એપની અંદર જોવા માટે ઉપલબ્ધ બનાવવામાં આવે ત્યારે પૂર્ણ કરવામાં આવે છે.
  8. ખરીદ કિંમત તુરંત દેય છે.
  9. TIER વાહનોના ઉપયોગ માટે આ નિયમો અને શરતો અને કોઇપણ વધારાનાં લાગુ નિયમો અને શરતો વેબસાઈટ about.tier.app ઉપર તેમના વર્તમાન સંસ્કરણમાં જોવા અને ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. TIER વિનંતી કરવા ઉપર ગ્રાહકને આ નિયમો અને શરતો લેખિત સ્વરૂપમાં પણ મોકલશે.

§ 3 ચુકવણી

  1. તમામ કિંમતો પાઉન્ડ સ્ટર્લીંગમાં છે અને વર્તમાન દરે મૂલ્ય વર્ધિત કરનો સમાવેશ કરે છે. ઓર્ડરના સમયે TIER એપમાં પ્રકાશિત કરવામાં આવેલ કિંમતો લાગુ પડશે.
  2. ગ્રાહક ઓર્ડર પ્રર્કીયાની પૂર્ણતા ઉપર પ્રદર્શિત કરવામાં આવેલ ચુકવણીની પદ્ધતિઓમાંથી પસંદ કરી શકે છે. કોઇપણ રીફંડસ માટે, TIER હંમેશા ચુકવણીના એ જ માધ્યમોનો ઉપયોગ કરે છે કે જેનો મૂળ વ્યવહાર માટે ગ્રાહકે ઉપયોગ કર્યો હોય.
  3. TIER વિવિધ સેવા પ્રદાતાઓ સાથે કામ કરે છે. ચૂકવણીઓ પસંદ કરાયેલ ચુકવણીની પદ્ધતિ મુજબ કરવામાં આવે છે. કરારની પૂર્ણતા ઉપર, ગ્રાહક એ વાતની પુષ્ઠી કરે છે કે તે ડાયરેક્ટ ડેબીટ દ્વારા જણાવાયેલ ખાતાનો નિકાલ કરવા માટેનો અધિકાર ધરાવે છે ગ્રાહકે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેના ચુકવણીના માધ્યમો પૂરતી રીતે આવરી લેવામાં આવે છે. જો ફંડસનાં અભાવ કે અન્ય કારણો કે જેના માટે ગ્રાહક જવાબદાર હોય છે તેના કારણે ચૂકવણીનો વ્યવહાર રોકડમાં કરી શકાતો નથી તો, TIER કરવામાં આવેલ વાસ્તવિક ખર્ચાઓની રકમમાં અથવા [https://tier-eu.freshdesk.com/en/support/solutions/articles/76000016663-how-much-does-it-cost] મારફત TIER ની વેબસાઈટ ઉપરની ફીસની યાદી મુજબ એક ઉચ્ચક રકમનું આવી ચુકવણી માટે ગ્રાહકને બીલ મોકલી શકે છે. TIER ઉચ્ચક રકમના વળતર ઉપરાંત વધારાની રકમની નુકશાનીઓ ગ્રાહક પાસેથી મેળવવા દાવો કરવા માટે સ્વતંત્ર છે.
  4. વધારાની ફીસ ગ્રાહક દ્વારા પસંદ કરાયેલ પેકેજના પ્રકારના આધારે મેળવવામાં આવશે. પ્રિપેઈડ પેકેજીસ ની ખરીદી પહેલા ગ્રાહકને જાણ કરવામાં આવશે.
  5. જો ગ્રાહક એક લવાજમની ખરીદી કરે તો, લવાજમ તેને લાગુ દરેક બિલીંગ સમયગાળાની શરૂઆતમાં આપોઆપ તાજું થશે. એક લવાજમની ખરીદી કરીને, ગ્રાહક લવાજમની ખરીદી માટે ઉપયોગમાં લેવાયેલ ચુકવણીની પદ્ધતિ ઉપર કે ગ્રાહક દ્વારા પસંદ કરાયેલ એપમાં ઉપલબ્ધ બીજી ચુકવણીની પદ્ધતિ ઉપર લવાજમની આવર્તક ફી આપોઆપ વસૂલ કરવા માટે TIERને અધિકૃત કરે છે.
  6. જ ગ્રાહક લવાજમને તાજું કરવા ઈચ્છતો ના હોય તો, આની કલમ 8 સાથે અનુરૂપ બને તે રીતે કોઇપણ સમયે તે તેને રદ કરી શકે છે. આ કલમ હેઠળ વસૂલવામાં આવેલ ફીસ નોન-રીફંડેબલ છે.
  7. ગ્રાહક પૂરી પાડવામાં આવેલ ચુકવણીની પદ્ધતિનો ઉપયોગ કરવાનો અને વ્યવહારોને અધિકૃત કરવાનો કાનૂની અધિકાર ધરાવશે. જો TIER ને એવી શંકા જાય કે ચુકવણીની પદ્ધતિ અંગે ગ્રાહક દ્વારા આપવામાં આવેલી માહિતી અચોક્કસ કે છેતરપીંડીભરી છે તો, TIER તેની સંતુષ્ટિ ઉપર સમસ્યાને સ્પષ્ટ કરવામાં આવે નહીં ત્યાં સુધી TIER ની તમામ સેવાઓ કે તેના અમુક ભાગનો ઉપયોગ કરવા માટે ગ્રાહકને અસમર્થ બનાવીને, નોટીસ આપીને ગ્રાહકને અટકાવી શકે છે

§4 ક્ષતિપૂર્તિ, અટકાયત, હસ્તાંતરણ નો અધિકાર

  1. ગ્રાહક એવા કોઇપણ દાવાની ક્ષતિપૂર્તિ કરી શકે છે કે જે તે TIER સામે ધરાવી શકે છે, ફક્ત તે માત્રા સુધી કે જ્યાં આવા પ્રતિદાવાઓ વિવાદરહિત હોય અથવા અંતિમ રીતે અને નિર્ણાયક રીતે નક્કી કરવામાં આવ્યા હોય.
  2. જો ગ્રાહકના પ્રતિ દાવા નિર્વિવાદ હોય અથવા કાયદેસર રીતે પ્રસ્થાપિત કરવામાં આવેલ હોય ફક્ત તો જ, ગ્રાહક અટકાયતનો અધિકાર ભારપૂર્વક જણાવી શકે છે.
  3. TIER વસૂલાતના હેતુ માટે ખાસ કરીને, આ કરાર સંબંધિત સંબંધમાંથી ઉદભવતા તેના દાવાઓનું એક ત્રીજા પક્ષકારને હસ્તાંતરણ કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે. આવી નિયુક્તિ કે હસ્તાંતરણ અંગે ઉચિત સમયમાં ગ્રાહકને જાણ કરવામાં આવશે. આ કિસ્સામાં, ગ્રાહક દેવા ચુકવણીની અસર સાથે પ્રતિનિધિને જ ચૂકવણીઓ કરશે, જેમાં TIER સામાન્ય ગ્રાહક પૂછપરછો, ફરિયાદો વગેરે માટે જવાબદાર રહે છે.

§ 5 બીજા યુઝર એકાઉન્ટમાં કોઈ તબદિલી નહીં અને દુરુપયોગ

  1. પ્રિપેઈડ પેકેજીસ બીજા યુઝર એકાઉન્ટસમાં પહોંચાડી શકાતા નથી, કારણ કે પ્રિપેઈડ પેકેજીસ પ્રત્યક્ષ રીતે ગ્રાહકના યુઝર એકાઉન્ટ સાથે જોડાયેલા હોય છે. ગ્રાહકોને ત્રીજા પક્ષકારોને તેમના લોગ ઇનની વિગતો (યુઝર નેમ, પાસવર્ડ, પીન કોડ) પૂરી પાડવાની મનાઈ કરવામાં આવે છે, આવા ત્રીજા પક્ષકારો ગ્રાહકો હોય તો પણ.
  2. ગ્રાહક પ્રિપેઈડ પેકેજીસનો દુરુપયોગ અને/અથવા એક અપમાનજનક ઉપયોગ કરશે નહીં, કે TIER સામે છેતરપીંડી કરશે નહીં.
  3. જો લાગુ પડે તો, ગ્રાહક ઝોન કે વિભાગની સીમાઓની અંદર પ્રિપેઈડ પેકેજીસનો ઉપયોગ કરશે.

§ 6 જવાબદારી

  1. પ્રતિનિધિઓ કે નિયુક્ત એજન્ટોનાં પક્ષે ઈરાદો કે સંપૂર્ણ બેદરકારી સહીત, ઈરાદા કે સંપૂર્ણ બેદરકારીના આધારે નુકશાનીઓ માટેનાં કોઈપણ દાવા માટે જો બીજો પક્ષ ભારપૂર્વક જણાવે તો સર્વસામાન્ય કાનૂની જોગવાઈઓને અનુરૂપ પક્ષકારો એક બીજાને જવાબદાર રહેશે.
  2. જ્યાં સુધી TIER ઉપર એક મૂળભૂત કરાર સંબંધિત જવાબદારીના બેદરકારીભર્યા ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવે છે, જેની પૂર્તિ કરારની યોગ્ય બજવણી માટે જરૂરી છે, જેનું ઉલ્લંઘન કરારના હેતુની સિદ્ધિને જોખમમાં મૂકે છે અને જેની પૂર્તતા ઉપર ગ્રાહક નિયમિત રીતે આધાર રાખી શકે છે, ત્યાં TIER ની નુકશાનીઓ માટેની જવાબદારી અગમ્ય પૂરતી સીમિત હોય છે ખાસ કરીને ઉદભવતા નુકશાન પૂરતી.
  3. જીવન, શરીર કે આરોગ્યને હાનિ માટેની જવાબદારી અપ્રભાવિત રહે છે.
  4. ડેટાની ગુપ્તતાના કાયદાઓના ભંગ માટેની TIER ની જવાબદારી પણ અપ્રભાવિત રહે છે.
  5. બીજી બાબતોમાં, ગ્રાહકો તરફની TIER ની જવાબદારીને બાકાત રાખવામાં આવે છે.

§ 7 યુઝર એકાઉન્ટની ટૂંક સમય માટે અટકાયત અને ઉપયોગનો નિષેધ

  1. TIER ટૂંક સમય માટે યુઝર એકાઉન્ટને બ્લોક કરી શકે છે.
    1. જો કરારની કામગીરી માટેની માહિતી યોગ્ય રીતે યુઝર એકાઉન્ટમાં નાખવામાં આવી ના હોય તો.
    2. જો TIERને શંકા જાય કે ગ્રાહક દ્વારા આપવામાં આવેલી કોઇપણ માહિતી અચોક્કસ કે છેતરપીંડીયુક્ત છે તો;
    3. જો અગાઉ રીમાઈન્ડર આપવા છતાં પણ ગ્રાહક ચૂકવણીઓ માટે નજીવી ના હોય તેવી બાકી રકમ ધરાવતો હોય તો,
    4. આ નિયમો અને શરતોના અન્ય નોંધપાત્ર ભંગના પ્રસંગે કે જેના માટે ગ્રાહક જવાબદાર હોય;
    5. જો ગ્રાહકે યુઝર એકાઉન્ટ સાથે જોડાયેલો તેનો મોબાઈલ ફોન ખોઈ નાખેલ હોય તો, જો તે ગ્રાહક પાસેથી ચોરાઈ ગયો હોય તો, અથવા જો ત્રીજા પક્ષકારો દ્વારા યુઝર એકાઉન્ટનાં અનઅધિકૃત ઉપયોગની કોઇપણ અન્ય સંભાવના હોય તો;
    6. જો TIER પાસે એ માનવા માટેના વાજબી કારણો હોય કે ગ્રાહકે આ નિયમો અને શરતોનો ગંભીર ભંગ કર્યો છે, ખાસ કરીને અસીમિત રીતે આ નિયમો અને શરતોની કલમ 5 નો.
  2. TIER એક વાર કરારના ભંગમાં ગ્રાહકના વ્યવહારનું નિરાકરણ આવ્યા બાદ ગ્રાહકના ખાતાની અટકાયતને લઈ લેશે.
  3. ગ્રાહકના ખાતાની ટૂંક સમય કે કાયમી અટકાયતના સમયમાં, પ્રિપેઈડ પેકેજીસનાં ઉપયોગને બાકાત રાખવામાં આવે છે. જો TIER દ્વારા TIER એપ યુઝર કરાર સમાપ્ત કરવામાં આવે તો, પ્રિપેઈડ પેકેજીસનાં ઉપયોગને બાકાત રાખવામાં આવે છે. ગ્રાહક તેના અગાઉના કરારના ભંગના કારણે આમાંથી TIER સામે કોઇપણ હક્કો મેળવી શકતો નથી.

§ 8 સમાપ્તિ

  1. પાસ ને સમાપ્ત કરવામાં આવશે (i) મંજૂર કરાયેલ મહત્તમ સવારીઓના ઉપયોગ ઉપર અથવા (ii) તેની કરાર સંબંધિત મુદતના અંત ઉપર, બેમાંથી જે પહેલા બને તેના ઉપર.
  2. જો ગ્રાહકે એક લવાજમ ખરીદ્યું હોય તો, ગ્રાહક બીજી નિયત ચુકવણી પહેલાના ચોવીસ કલાક (24) સુધી તેના નવીનીકરણને રદ કરી શકે છે. ગ્રાહક તે મુજબના ચાલુ બિલીંગ સમયગાળાનો અંત આવે નહીં ત્યાં સુધી પ્રિપેઈડ પેકેજીસ સેવાઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા માટે સક્ષમ હશે.
  3. જો ગ્રાહકે એક લવાજમ ખરીદ્યું હોય તો, ઈમેઈલ અને/અથવા એપ મારફત ચૌદ (14) દિવસોની આગોતરી લેખિત નોટીસ ગ્રાહકને આપીને લવાજમનો અંત લાવવા માટેનો TIER અધિકાર ધરાવે છે.
  4. આ નિયમો અને શરતોના ગંભીર ભંગના કિસ્સામાં, ખાસ કરીને તેની કલમ 3 ફકરો 7 અને કલમ 5નાં ઉલ્લંઘનનાં કિસ્સામાં TIER વાજબી નોટીસ આપીને પ્રિપેઈડ પેકેજીસને રદ કરી શકે છે, સિવાય કે ગ્રાહક સમાપ્તિના કારણોની હકીકતને ખોટા સાબિત કરી શકે.
  5. TIER ગ્રાહકને ઉપયોગમાંથી બાકાત રાખી શકે છે, જો ગ્રાહકે આ નિયમો અને શરતોની વિરુદ્ધમાં કામ કર્યું હોય અને આ નિયમો અને શરતોના ભંગનો ઉપાય કરવા માટે TIER દ્વારા મોકલવામાં આવેલ સૂચના સામે જવાબ આપવામાં નિષ્ફળ ગયો હોય તો.

§ 9 રદબાતલનો અધિકાર

  1. તમારી પાસે કોઇપણ કારણ આપ્યા વિના 14 દિવસોની અંદર એક પ્રિપેઈડ પેકેજને રદ કરવાનો અધિકાર હોય છે.
  2. ખરીદીના કરારની પૂર્ણતાના દિવસથી 14 દિવસો બાદ રદ કરવાનો સમયગાળો પૂર્ણ થશે.
  3. રદ કરવા માટેના અધિકારનો ઉપયોગ કરવા માટે, તમારે એક સ્પષ્ટ હકીકત સાથે રદ કરવા માટેના તમારા નિર્ણયની નીચેના §13 માં આપેલ સંપર્કની વિગતોનો ઉપયોગ કરીને અમને જાણ કરવી જરૂરી છે. તમેં જોડેલ આદર્શ રદ્દીકરણ ફોર્મનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તે ફરજીયાત નથી.
  4. રદ કરવાની ડેડલાઈનને પહોંચી વળવા માટે, તમારા માટે રદ્દીકરણનો સમયગાળો પૂર્ણ થાય તે પહેલા રદ કરવા માટેના અધિકારના ઉપયોગ સંબંધિત તમારો સંદેશો મોકલવાનું પૂરતું હોય છે.

§ 10 રદબાતલની અસર

  1. તેની ખરીદીની પુષ્ઠી કરવામાં આવે પછી પ્રિપેઈડ પેકેજની સેવાઓ તુરંત શરુ થઇ જતી હોવાથી, રદબાતલ કરવાના તમારા અધિકારના ઉપયોગના કિસ્સામાં, તમે રદબાતલની નોટીસ સુધી અગાઉથી આપવામાં આવેલ સેવાઓને ધ્યાનમાં લઈને પ્રમાણ અનુસાર રીફંડ માટેનો અધિકાર ધરાવશો.
  2. જો તમે રદબાતલની નોટીસ આપો તો, અમે તમારા રદ્દીકરણની નોટીસ મેળવીએ તે તારીખથી 14 દિવસ કરતા વધુ મોડું થાય નહીં તેટલા દિવસોમાં TIER તમને રીફંડ કરશે. આ રીફંડ માટે, અમે ચુકવણીના તે જ માધ્યમોનો ઉપયોગ કરીશું કે જે તમે મૂળ વ્યવહાર માટે ઉપયોગમાં લીધા હતા, સિવાય કે તમારી સાથે સ્પષ્ટ રીતે સહમતિ સાધવામાં આવેલી હોય, કોઇપણ પ્રસંગે આ રીફંડ માટે તમારી પાસેથી રકમ વસૂલ કરવામાં આવશે નહીં.


આદર્શ રદબાતલ ફોર્મ

(જો તમે આ કરારમાંથી દૂર થવા માંગતા હોવ તો જ આ ફોર્મ ભરો અને પરત કરો)



પ્રતિ,

TIER ઓપરેશન્સ લિમિટેડ (TIER Operation Limited), કેર ઓફ વી વર્ક

145 સીટી રોડ

London, EC1V 1AZ

ટેલીફોન: +44 808 304 4069,

ઇમેઇલ: support@tier.app


હું /અમે [*] આથી નોટીસ આપીએ છીએ કે હું/અમે [*] નીચેની સેવા[*]ના વેંચાણનાં મારા/અમારા [*] કરારને રદ કરીએ છીએ,

નાં રોજ ઓર્ડર કરવામાં આવ્યો [*]/ના રોજ મેળવવામાં આવ્યું [*],

ઉપભોક્તા(ઓ)નું નામ

ઉપભોક્તા(ઓ)નું સરનામું

ઉપભોક્તા(ઓ)ની સહી(ફક્ત જો આ ફોર્મ કાગળ ઉપર જણાવવામાં આવે તો)

તારીખ

[*] ઉચિત હોય તે મુજબ ડીલીટ કરો


_______________________________________


તારીખ:


_______________________________________


(*) લાગુ પડે તે મુજબ ડીલીટ કરો

§ 11 ડેટા સુરક્ષા

  1. TIER ધંધાના વ્યવહારો માટે જરૂરી ગ્રાહકની વ્યક્તિગત માહિતીને એકત્ર કરે છે અને તેના ઉપર પ્રક્રિયા કરે છે. જ્યારે ગ્રાહકની વ્યક્તિગત માહિતી ઉપર પ્રકિયા કરવામાં આવે છે ત્યારે, TIER લાગુ કાનૂની જોગવાઈઓનું પાલન કરે છે, ખાસ કરીને મૂળભૂત ડેટા સુરક્ષાના નિયમની જોગવાઈઓનું.
  2. ગ્રાહકની અંગત માહિતીના એકત્રિકરણ, સંગ્રહ અને પ્રકિયા કરવાની વિગતો અને વ્યાપનાં સંબંધમાં, TIER ઈન્ટરનેટ પોર્ટલ ઉપર આપવામાં આવેલ ડેટા સુરક્ષા કબૂલાતનો સંદર્ભ આપવામાં આવે છે.

§ 12 અંતિમ જોગવાઈઓ

  1. ગ્રાહક અને TIER વચ્ચેના કરારોનું સંચાલન અંગ્રેજી કાયદા દ્વારા કરવામાં આવશે.
  2. ગ્રાહક TIER ની આગોતરી લેખિત સંમતિ સાથે ઉપરના કરારોમાંથી દાવાઓ કે અન્ય અધિકારોને ત્રીજા પક્ષકારોને ફક્ત તબદિલ કરી શકે છે.
  3. જો આ નિયમો અને શરતો પૈકીની કોઇપણ જોગવાઈ અમાન્ય અથવા એક અદાલત દ્વારા અમલ કરી ના શકાય તેવી હોય તો, તે જોગવાઈને આ નિયમો અને શરતોમાંથી રદ કરવામાં આવશે, અને બાકીના નિયમો અને શરતો કાયદા દ્વારા મંજૂર કરાયેલ સંપૂર્ણ માત્રા સુધી માન્ય અને અમલ કરી શકાય તેવી રીતે ચાલુ રહેશે.

§ 13 ગ્રાહક સેવા/ફરિયાદો

ગ્રાહક પત્ર, ટેલીફોન કે ઈ-મેઈલ દ્વારા પ્રશ્નો, ટીકા ટીપ્પણ, ફરિયાદોનાં કિસ્સામાં કે અન્ય વિધાનો કરવા માટે નીચેના સંપર્કની વિગતોનો સંપર્ક કરી શકે છે.

TIER ઓપરેશન્સ લીમીટેડ (TIER Operations Limited), c/o WeWork, 1 Mark Square, London, EC2A 4E
ફોન: +44 808 304 4069
ઇમેઇલ: support@tier.app